નવી દિલ્હી: તમને યાદ હશે જ્યારે આઈપીએલ 2019માં ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિને કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતા રાજસ્થાન રોયલ્સના ખેલાડી જોશ બટલરને 'માંકડિંગ' દ્વારા આઉટ કર્યો હતો. જેને લઈને અશ્વિનની ખુબ ટીકા પણ થઈ હતી. જો કે ટેક્નિકલ જોઈએ તો તે સાચો હતો. પરંતુ આ રીતે કોઈ ખેલાડીને આઉટ કરવો એ ખેલ ભાવના વિરુદ્ધ ગણાય છે.
આવી જ સ્થિતિ આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં સર્જાઈ હતી. ગ્રુપ બીની મેચ રમાઈ રહી હતી. મેચના છેલ્લા 4 બોલમાં દક્ષિણ આફ્રિકાને જીત માટે 7 રનની જરૂર હતી. ઈંગ્લેન્ડ તરફથી કેથરીન બ્રન્ટ બોલિંગ કરી રહી હતી. જ્યારે તે છેલ્લી ઓવરનો ત્રીજો બોલ ફેંકવા જઈ રહી હતી ત્યારે જ નોન સ્ટ્રાઈકર એન્ડ પર સૂને લુસ ઊભી હતી. લુસ બોલ ફેંકાય તે પહેલા જ ક્રિસ છોડીને આગળ વધી ગઈ.
With the game on the line, Katherine Brunt could have dismissed Sune Luus at the non-striker's end, but opted not to. Moments later Mignon du Preez blasted a game-defining six.
What do you think? 🤔 pic.twitter.com/oPqeUdo7Hl
— ICC (@ICC) February 23, 2020
કેથરીન ઈચ્છત તો તે સૂને લુસને સરળતાથી આઉટ કરી શકે તેમ હતી અને દક્ષિણ આફ્રિકાને મુશ્કેલીમાં મૂકી શકે તેમ હતી. પરંતુ બ્રન્ટે આમ કર્યું નહીં. તેણે 'માંકડિંગ'ની તક જતી કરી. પછી તે બોલ ફેંકવા માટે આગળ વધી પરંતુ તેના આ બોલ પર ખેલાડીએ છગ્ગો ફટકાર્યો અને મેચ બરાબરી પર આવી ગઈ હતી. ત્યારબાદ એક ચોગ્ગો વાગ્યો અને આ મેચ દક્ષિણ આફ્રિકા જીતી ગયું.
દક્ષિણ આફ્રિકાએ મેચ ભલે જીતી પરંતુ કેથરીનના આ પગલાએ તેને વાહવાહ અપાવી દીધી. ભલે તેણે વર્લ્ડ કપની મહત્વની મેચમાં જીતવાની તક ગુમાવી દીધી પરંતુ ખેલ ભાવનાનો પરિચય આપતા તેણે કરોડો ક્રિકેટ ચાહકોના મન જીતી લીધા. જ્યાં પ્રતિસ્પર્ધાના યુગમાં ખેલાડીઓ કોઈ પણ કિંમતે જીત મેળવવાની કોશિશ કરે છે ત્યાં કેથરિને સાબિત કરી દીધુ કે ખેલ ભાવના પર સૌથી વધુ ભાર આપવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે